भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
વરસાદ / ભારતી રાણે
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:51, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= |अनुवादक= |संग्रह= }} {{KKCatGujaratiRachna}} <poem> આં...' के साथ नया पृष्ठ बनाया)
આંખના ને આભના બંને અલગ વરસાદ છે :
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે ?
શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું મળે,
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે !
સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું,
ચંદ્ર રાત્રિએ કરેલો સૂર્યનો અનુવાદ છે.
શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો,
મૌનનો કંઈ આ તરફ કેવો અનાહત નાદ છે !
પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઈ’તી.
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.