भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ક્ષિતિજે-ક્ષિતિજે / ભારતી રાણે

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:51, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= |अनुवादक= |संग्रह= }} {{KKCatGujaratiRachna}} <poem> નવ...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

નવી રોજ આશા, નવેલી ખુમારી, નવું નભ મળે છે ક્ષિતિજે-ક્ષિતિજે,
દિવસ ડૂબવાથી નથી અસ્ત દુનિયા, સવારો સજે છે ક્ષિતિજે-ક્ષિતિજે.

વ્યથાઓ ક્ષણિક છે, ક્ષણિક ઝંખનાઓ, ક્ષણિક છે ખુશીઓ, ક્ષણિક આયખું છે,
ક્ષણોના પ્રવાહો સ્મરણમાં વહે છે, સમય વિસ્તરે છે ક્ષિતિજે-ક્ષિતિજે.

કસોટીય ક્યારેક વરદાન થાશે, મળે જીવવાની મજા આફતોમાં,
કહી દો થવાને સહારો સફરનો જ, મૃગજળ છળે છે ક્ષિતિજે-ક્ષિતિજે.

હૃદયમાં હશે જો મિલનની મહેચ્છા, નથી દૂરતાની વિસાતો પ્રણયમાં,
અદબ જાળવી પ્રેમની વ્યોમ હેતે ધરાને મળે છે ક્ષિતિજે-ક્ષિતિજે.

દુઃખો બોલશે અશ્રુઓની જબાની, કહેશે નજર નફરતોની કહાની,
અવાજોનું એકાન્ત બોલે જરા, તોય પડઘા પડે છે ક્ષિતિજે-ક્ષિતિજે.

થઈ સાંજની વેળ ઘર સાંભરે છે, પ્રતીક્ષા કરે કોઈ વિશ્રામ ટાણું,
અગમના મલકનું ઇજન આપતી આજ ઝાલર બજે છે ક્ષિતિજે-ક્ષિતિજે.