भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

Changes

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અનામી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem>...' के साथ नया पन्ना बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= અનામી
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
ગુણ તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
હે જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

બોડાણે બહુ નમીને સેવ્યા
બોલડીયે બંધાણા
કૃપા કરીને પ્રભુજી પધાર્યા
ડાકોરમાં દર્શાણા

ઓ નાથ તમે
તુલસીને પાંદડે તોલાણા

હેમ બરાબર મૂલ કરીને
વાલ સવામાં તોલાણા
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુ
ત્યારે સખીઓને વચને વેચાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા
વેદ પુરાણે વંચાણા
હરિગુરુ વચન કહે વણલખે
જગત બધામાં જણાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
ઓ જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
</poem>
203
edits