भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કોણ ઊભું હશે? / યામિની વ્યાસ

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:03, 26 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=યામિની વ્યાસ |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ગાઢ અંધારમાં કોણ ઊભું હશે?
એ નિરાકારમાં કોણ ઊભું હશે?

તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં,
આર ને પારમાં કોણ ઊભું હશે?

બાળપણનાં એ સ્વપ્નો ભૂલાતાં નથી,
સાવ સૂનકારમાં કોણ ઊભું હશે?

બૂમ પાડ્યા કરે છે નિરંતર મને,
મનના ભણકારમાં કોણ ઊભું હશે?

નાવ જાણે કે મળવા અધીરી થઇ,
દૂર મઝધારમાં કોણ ઊભું હશે?

આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું,
બંધ એ દ્વારમાં કોણ ઊભું હશે?