भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

જટાયુ - ૭ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:42, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા |अनुवाद...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા ! આવ
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ.

દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ,
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ.

ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે,
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે.

તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી,
પણ હું તો વનેચર મર્ત્ય છું - હવે ઝાઝું ટકીશ નહીં.

હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા ?

આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ ?
- નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.