भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પાગલ પ્રેમ / ધ્રુવ જોશી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:52, 25 अप्रैल 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ધ્રુવ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

બને વાદળો વ્યાકુળ તો જ વરસે,
અને પ્રેમ પાગલ બને તો જ પ્રગટે.

ચઢાવો ભલે ખૂબ વાધા પ્રભુને,
બની દ્રૌપદી પાટો બાંધો તો જાણે.

ઝીલી ધાવ પીઠે ઝઝૂમ્યો હસીને,
દબાવો કબરમાં નહીં દર્દ થાશે.

અહીં ભીડમાં એક ઝાહિદ આવે,
ન પીવા મધુ, એક દિદાર કાજે.

પીવું છે ખુશીથી હવે જે મળે તે
તમારી કૃપાથી જ આંસુ ખૂટે છે.