भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

આયખાને એવું ઇંધણ આપજે / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:33, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાકેશ હાંસલિયા |अनुवादक= |संग्रह= }...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

આયખાને એવું ઇંધણ આપજે,
જિન્દગીભર બસ મથામણ આપજે.

કોણ કહે છે દાનમાં દે ખેતરો,
પંખીનો ખોબો ભરી ચણ આપજે.

કોઈ લાગે ના પરાયું વિશ્વમાં,
આ નજરને દિવ્ય આંજણ આપજે.

પાનખરનો સ્પર્શ પામે ના કદી,
બારણાંને એવું તોરણ આપજે.

બાંકડાથી ગુફતગૂ કરવી પડે,
કોઈને એવું ન ઘડપણ આપજે.

વિદ્વત્તાને શું કરું ‘રાકેશ’ હું ?
કોઈ બાળક જેવી સમજણ આપજે !