भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
Changes
Kavita Kosh से
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે |अनुवादक=...' के साथ नया पृष्ठ बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
{{KKCatGujaratiRachna}}
<poem>
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો-
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં-
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાવ તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરાજી !
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા !
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે-
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
</poem>
{{KKRachna
|रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
{{KKCatGujaratiRachna}}
<poem>
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો-
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં-
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાવ તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરાજી !
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા !
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે-
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !
</poem>