भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
મનમાં ને મનમાં જ પડકારી ગયો / રાકેશ હાંસલિયા
Kavita Kosh से
મનમાં ને મનમાં જ પડકારી ગયો,
જાત મારી એમ સંભાળી ગયો.
અન્યને જીતાડવા રમતો હતો !
એ જ માણસ જિન્દગી હારી ગયો.
ચાસ મનમાં આટલાં હરખાય કાં ?
આજ ખેતરમાં તું શું વાવી ગયો ?
ગર્વ ખોટો કર નહીં તું જાત પર,
એક બિંદુ હું ય વિસ્તારી ગયો !
બંધ આંખે સ્હેજ હું બેઠો હતો,
ડાયરો કૈં કેટલું ધારી ગયો !
ઓ ! ઘટા, આજે થયું છે શું તને ?
સ્હેજ ભીંજાયો છતાં દાઝી ગયો !