भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ |अनुवाद...' के साथ नया पन्ना बनाया) |
Lalit Kumar (चर्चा | योगदान) छो (Lalit Kumar moved page સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા) |
(कोई अंतर नहीं)
|
09:59, 27 दिसम्बर 2014 के समय का अवतरण
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
કાન તો કાપી લીધા’તા ભીંતના,
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?
હું કળી માફક જરા ઊઘડી ગયો,
એટલામાં પણ તને તકલીફ થઈ?
આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે-
આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.
કેટલું સારું છે ઊડતા પંખીને,
કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?