भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"આજ / પ્રહલાદ જેઠાલાલ પારેખ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

19:54, 1 जनवरी 2015 के समय का अवतरण

આજ અંધાર ખુશબો ભર્યો લગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. -આજo

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મ્હેકતી આવતી શી સુગંધી ! -આજo

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણેઃ
ક્યાં થકી સૂર કેરી ફુવારી ?-આજo

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે; હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?-આજo