भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"માનું નામ / દક્ષા વ્યાસ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=દક્ષા વ્યાસ |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

14:34, 6 जनवरी 2016 के समय का अवतरण

ખુરશી પર બિરાજેલા
એ લોકોએ પૂછ્યું ,

‘નામ શું છે ?’
રામસિંહ
‘પિતાનું નામ ?’
પ્યારેલાલ
‘ભાઈનું નામ?‘
લખનસિંહ
‘માનું નામ ?’
માથું ખંજવાળ્યું
માનું પણ કોઈ નામ હોય છે કે ?
બાળપણથી એને ખોળે ખેલ્યો છું
એના હાથનો રોટલો ખાધો છે
અને માર પણ.
1
બાપુ એને ‘રામુની મા’ કહી બોલાવે છે.
દાદી ‘ મોટી વહુ’
અને નાની ‘છૂટકી’
માનું નામ ‘મા’ સિવાય તો શું હોય ?

તેઓ ખડખડાટ હસે છે.
‘માનું નામ નથી જાણતો?
માને નથી જાણતો?
તો પછી ....’

માને જ તો જાણું છું ,જનાબ
દૂધ પીધું છે એનું
મા જ તો છે
જેની વહાલસોયી નજર બાંધી રાખે છે
માથે હાથ મૂકે છે
તો બંધ આંખોએ પણ ઓળખી લઉં છું
તેથી તો કહું છું :
"માનું નામ
‘મા’ જ વળી!"