Last modified on 5 जुलाई 2016, at 20:32

પ્યાસના આવેગથી ક્યાં પર હતા / રાકેશ હાંસલિયા

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:32, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાકેશ હાંસલિયા |अनुवादक= |संग्रह= }...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

પ્યાસના આવેગથી ક્યાં પર હતા.
સિંધુના કાંઠે ભલેને ઘર હતા !

કૈંક કહેવું’તું ઘણાં વર્ષો પછી,
એ ક્ષણે સામે ફક્ત પથ્થર હતા !

છીપના અવશેષ પણ ક્યાંથી મળે ?
રણ હવે છે, જ્યાં કદી સરવર હતાં.

તો ય કાં રડતો રહ્યો આ ઓરડો ?
આંગણે ઊભાં ઘણાં અવસર હતા.

ઓટ તો પણ આવવા દીધી નહીં,
પ્રશ્ન તો ‘રાકેશ’ને સત્તર હતા.