भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગઝલ ઘડું છું / લલિત ત્રિવેદી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:36, 7 सितम्बर 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=લલિત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું ...,
ઊડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું ...

કાં તો બળશે પોત અગર તો ઝગશે જ્યોત,
ધીરા ! ધખતી ધીરજમાંથી ગઝલ ઘડું છું ...

પોતીકું વેરાન અને ઈમાન લઈને ,
ભીતર બેઠાં પૂર્વજમાંથી ગઝલ ઘડું છું ...

રાસ રમંતાં રજરજ એમાં ભળી ગઈ છે ,
હે કરસન ! હું એ વ્રજમાંથી ગઝલ ઘડું છું ...

જે કાગજથી સીવ્યું પહેરણ મિર્ઝાજીએ ,
પંડિતજી !એ કાગજમાંથી ગઝલ ઘડું છું...

ફાટેલા નભ માટે થીગડાં ઘડવાનાં છે ,
દરજી ! લેખણની ગજમાંથી ગઝલ ઘડું છું ...

ઢોલક ને મંજીરાંની જ્યાં ઠાકમઠોરું,
એ રાત્રિના ગુંબજમાંથી ગઝલ ઘડું છું...

કાગળિયાની નાતને જમવા તેડી છે ,
ગાલિબ !તારાં કારજમાંથી ગઝલ ઘડું છું...