भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"સવાર લઈને / અનિલ ચાવડા" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ |अनुवाद...' के साथ नया पन्ना बनाया) |
Lalit Kumar (चर्चा | योगदान) छो (Lalit Kumar moved page સવાર લઈને / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to સવાર લઈને / અનિલ ચાવડા) |
(कोई अंतर नहीं)
|
09:57, 27 दिसम्बर 2014 के समय का अवतरण
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
તું નિકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.
આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કતાર લઈને.
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.
હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.